અંકલેશ્વર: જુના કાંસીયા ગામે આયોજિત શ્રી ગૃરુલીલામૃત ગ્રંથના સ્વાહાકાર સાથે પારાયણની પુર્ણાહુતી, મોટી સંખ્યામાં રંગ ભક્તો જોડાયા

રંગઅવધૂત મહારાજ અજ્ઞાત વાસના સ્થળ એવા જુના કાસીયા આંબાવાડી ખાતે 23 ડિસેમ્બરથી વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું જેની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી

New Update
Juna Kansiya village
અંકલેશ્વરના રંગ અવધૂત પરિવાર દ્વારા નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર આગમનની શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરાઈ રહી છે જેના ભાગ રૂપે શ્રી ગુરુલીલામૃત ગ્રંથના સ્વાહાકાર સાથે પારાયણ કરવામાં આવી રહ્યું છે.

Juna Kansiya village

રંગઅવધૂત મહારાજ અજ્ઞાત વાસના સ્થળ એવા જુના કાસીયા આંબાવાડી ખાતે 23 ડિસેમ્બરથી વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું જેની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ધર્મકાર્યમાં ગોલ્ડ મેડાલીસ્ટ રાકેશભાઈ જોશી યજ્ઞાચાર્ય તરીકે યજ્ઞ કરાવી રહ્યા છે. તો કર્માચાર્ય જૈત્રક જોશીએ ભાગ લીધો હતો.મોટી સંખ્યામાં રંગભક્તો આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઇ રહ્યા છે.
Latest Stories