ફાગણ સુદ પુનમની સંધ્યાએ ઠેર ઠેર હોલીકા દહન કરીને તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના કરતા શ્રદ્ધાળુઓ

ફાગણી પૂનમ હોળીનાં પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓ એ તેમાં શ્રીફળ,ધાણી,ચણા,ખજૂર,હારડા,પતાસા સહિતનાં દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યુ

New Update
  • ફાગણ સુદ પૂનમ એટલે હોળી પર્વ

  • ઠેર ઠેર કરાયું હોલિકા દહન

  • વિવિધ દ્રવ્યોની આહુતિ આપતા શ્રદ્ધાળુઓ

  • શ્રદ્ધાળુઓએ જળથી અર્ધ્ય આપીને કરી પ્રદક્ષિણા

  • તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના કરતા શ્રદ્ધાળુઓ 

Advertisment

ફાગણ સુદ પુનમની સંધ્યાએ ઠેર ઠેર હોલીકા દહન કરવામાં આવ્યુ હતુ,શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યુ હતુ. ફાગણી પૂનમ હોળીનાં પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે,અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવે છે,પરંપરાગત મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓ એ તેમાં શ્રીફળ,ધાણી,ચણા,ખજૂર,હારડા,પતાસા સહિતનાં દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યુ હતુ.આ ઉપરાંત જળથી અર્ધ્ય આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી.

અમદાવાદ,બનાસકાંઠા,સાબરકાંઠા,અમરેલી,જૂનાગઢ,વડોદરા,ભરૂચ,સુરત,વસારી,વલસાડ,તાપી સહિતના જિલ્લાઓમાં વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જ્યારે હોળીના બીજા દિવસે રંગોત્સવની ઉજવણી પણ ઉત્સવ પ્રિય લોકો દ્વારા મનાવવામાં  આવે છે.

Advertisment
Latest Stories