દિવાળીની પૂજામાં આ ભૂલ ના કરશો, નહિતર પૂજા ગણાશે અધૂરી, માતા લક્ષ્મી થશે નારાજ...

દિવાળીનો ઉત્સવ ખુશી અને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીને હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે.

દિવાળીની પૂજામાં આ ભૂલ ના કરશો, નહિતર પૂજા ગણાશે અધૂરી, માતા લક્ષ્મી થશે નારાજ...
New Update

દિવાળીનો ઉત્સવ ખુશી અને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીને હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે. આ દિવસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. દિવાળીની રાતે માતા લક્ષ્મી અનેક ઘરોમાં વાસ કરે છે. આ માટે ભક્તો માતાજીની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો કરે છે. જો ધ્યાન રાખો કે આ દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.

સૂર્યોદય પહેલા કરો આ તૈયારી

શાસ્ત્રોકત અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાની તૈયારીઓ સૂર્યોદય પહેલા જ કરી લેવી જોઈએ. આ દિવસે ચોખ્ખા અને નવા કપડાં પહેરવા જોઈએ. આ દિવસે ગણેશ લક્ષ્મીની પુજા સમયે લાલ કપડાંને ધારણ કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવો કરો, એવામાં માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં નિવાસ કરવા માટે પ્રવેશે છે. દિવાળીની પૂજા કરતાં પહેલા ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ. આ દિવસે ફૂલ, આંબાના પાન અને રંગોળીથી ઘરને સજાવો. આમ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે. દિવાળીના દિવસે ઘરની આસપાસ કે ઘરમાં ગંદકી ના રાખો આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. આ દીવસે ઘરના દ્વારેથી કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યકતીને દરવાજાથી ખાલી હાથ પરત ફરવા દેવા ના જોઈએ.

#CGNews #India #puja #Diwali #Maa Lakshmi #incomplete
Here are a few more articles:
Read the Next Article