Connect Gujarat
ધર્મ દર્શન 

માંગલિક કામ માટે શુભ માનવામાં આવે છે દશેરાનો દિવસ, ભૂલથી પણ આ દિવસે ના કરતાં આ કામ…..

હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દશમી તિથી 23 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 5:44 વાગ્યે શરૂ થશે

માંગલિક કામ માટે શુભ માનવામાં આવે છે દશેરાનો દિવસ, ભૂલથી પણ આ દિવસે ના કરતાં આ કામ…..
X

હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દશમી તિથી 23 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 5:44 વાગ્યે શરૂ થશે અને 24 ઓક્ટોબર મંગલવારે બપોરે 3:14 વાગે પૂર્ણ થશે. દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મનો વિજય બતાવે છે. આ દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો, અને અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો હતો. અને ત્યારથી જ દરવર્ષે આ તહેવાર ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજ્વવામાં આવે છે. ત્યારે એવા કેટલાક કર્યો છે જે આ શુભ દિવસે અશુભ માનવામાં આવે છે. તો જાણો દશેરાના દિવસે આ અમુક ભૂલો છે જે તમારે ભૂલથી પણ ના કરવી જોઈએ.

દશેરાના દિવસે શું ના કરવું જોઈએ?

દશેરાના દિવસે એટલાક કર્યો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલાક એવા પણ કામ હોય છે જેને અશુભ માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે લગ્નની વિધિઓ વર્જિત માનવામાં આવે છે. કારણ કે આ દિવસે સારાની બુરાઈ પર જીત થઈ હતી. તેથી જ ભૂલથી પણ કોઈ ખરાબ કામ ના કરો. કોઈનું અપમાન કરો. કોઇની સાથે જૂઠું પણ ના બોલવું જોઈએ. વાદવિવાદ પણ ના કરવો. માંસ કે દારૂનું સેવન ના કરવુ અને ફૂલ કે ઝાડને કાપવા પણ અશુભ માનવામાં આવે છે.

દશેરાના દિવસે કરવું જોઈએ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિજયાદશમી એવિ તિથી માનવામાં આવે છે. જે તમામ સિધ્ધિઓ આપે છે. તેથી જ એવિ માન્યતા છે કે આ દિવસે શુભ કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. જેમ કે હાઉસ વોર્મિંગ, ભૂમિપૂજન, નામકરણ, દુકાન કે ઘરનું નિર્માણ વગેરે. આ કેટલાક એવા શુભ કર્યો છે જે તમે આ દિવસે અરશો તો બધુ જ શુભ થઈ જશે. એવું કહેવાય છે કે દશેરાના દિવસે ગુપ્ત દાન કરવાથી પણ જીવનમાં સુખ અને શાંતિ જળવાય રહે છે.

Next Story