Connect Gujarat
ધર્મ દર્શન 

મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનાં વિશેષ દર્શન માટે,આ શિવ મંદિરોની મુલાકાત અવશ્ય લો

દેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનાં વિશેષ દર્શન માટે,આ શિવ મંદિરોની મુલાકાત અવશ્ય લો
X

દેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં ભક્તોનો ઉત્સાહ વધારે હોય છે. આ ખાસ દિવસે બાબા ભોલેનાથના ભક્તો તેમની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.આ દિવસોમાં ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકો આ દિવસે ભગવાન શિવની માત્ર પૂજા જ નથી કરતા, પરંતુ વ્રત પણ રાખે છે. આ ઉપરાંત ઘણા લોકો આ ખાસ દિવસે બાબા ભોલેનાથના દર્શન માટે પણ મંદિરે જાય છે. દેશભરમાં વિવિધ સ્થળોએ ભગવાન શિવના અનેક મંદિરો છે. જો તમે પણ આ શિવરાત્રીમાં ભોલેનાથના મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે આ શિવ મંદિરોની મુલાકાત લઈ શકો છો.

મહાકાલ જ્યોતિર્લિંગ, ઉજ્જૈન :-


મહાકાલ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગોમાંનું એક, ઉજ્જૈન, મધ્ય પ્રદેશમાં આવેલું છે. દેશભરના જ્યોતિર્લિંગોમાં આ મંદિર એકમાત્ર એવું સ્થાન છે જ્યાં શિવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ દરમિયાન દેવોના દેવ મહાકાલ 9 દિવસ સુધી પોતાના ભક્તોને અલગ-અલગ સ્વરૂપમાં દર્શન આપે છે. શિવરાત્રીના દિવસે બાબા ભોલેનાથનું સેહરા સ્વરૂપ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. આ દિવસે ભગવાન શિવના દર્શન કરવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ભક્તો ઉજ્જૈનના મહાકાલ મંદિરે પહોંચે છે.

કાશી વિશ્વનાથ મંદિર, બનારસ :-


શિવરાત્રીના અવસર પર, તમે ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર બનારસમાં સ્થિત કાશી વિશ્વનાથની મુલાકાત લઈ શકો છો. 12 જ્યોતિર્લિંગોમાંનું એક, આ મંદિર ગંગા નદીના કિનારે આવેલું છે. કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે. આ સાથે આ સ્થાન ભગવાન શિવ અને માતા પાર્વતીનું પ્રિય સ્થાન પણ માનવામાં આવે છે.

ઓમકારેશ્વર મંદિર, શિવપુરી :-


શિવરાત્રીના દિવસે ભક્તો મધ્યપ્રદેશના શિવપુરીના ઓમકારેશ્વર મંદિરે પણ દર્શન માટે પહોંચે છે. જો તમે પણ શિવરાત્રીના અવસર પર ભગવાન શિવના દર્શન કરવાનું વિચારી રહ્યા છો, તો તમે ઓમકારેશ્વર મંદિરની મુલાકાત લઈ શકો છો. મહાશિવરાત્રીના અવસર પર દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે. અહીં પહોંચવા માટે ઈન્દોર એરપોર્ટ સૌથી નજીક છે.

સોમનાથ મંદિર :-


ગુજરાતનું સોમનાથ મંદિર પણ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિરને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ત્રિવેણી સંગમ ખાતે આવેલું આ મંદિર ગુજરાતના કાઠિયાવાડમાં દરિયા કિનારે આવેલું છે. આક્રમણકારો અને શાસકોએ ઘણી વખત આ મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું.

Next Story