ગીર સોમનાથ : ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વની ધર્મભીની ઉજવણી,મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહ્યા ઉપસ્થિત

શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી

New Update
  • ગીર સોમનાથમાં ગંગાદશેરા પર્વની ઉજવણી

  • હિરણ,કપિલા,અને સરસ્વતી નદીઓનો થાય છે સંગમ

  • ભગવાન શ્રી કૃષ્ણએ પણ કર્યું હતું તર્પણ

  • મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • શ્રદ્ધાળુઓએ મહાઆરતીનો લીધો ધર્મભીનો લ્હાવો  

ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વ નિમિત્તે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણકપિલાઅને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી.ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. 

ત્યારબાદ સંધ્યા મહાઆરતી યોજાઇ હતી.જેમાં અલૌકિક ધુપ-દિપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યું હતું. ટ્રસ્ટ પરિવારસ્થાનિક તીર્થ પૂરોહિતો સહિત સૌ ભક્તો દ્વારા ત્રિવેણી માતાની સુંદર આરતી કરવામાં આવી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયઅધિક કલેકટર રાજેશ આલ સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

Latest Stories