Connect Gujarat
ધર્મ દર્શન 

ગીર-સોમનાથ : દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવી

CM અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે.

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી જાય છે, દેશભરના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવે છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે, અને ગત રાત્રે સોમનાથ ખાનગી હોટલમાં રોકાણ કર્યા બાદ આજે સવારે 10 કલાકે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા પહોંચ્યા હતા.

સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્યો છું. રાજનીતિ મામલે હું અહીંયા નહિ બોલું!. રાજકીય મુદ્દે વાત કરવા માટે આખો દિવસ પડ્યો છે, અને હાલ માત્ર દાદાના દર્શન કરી દાદાને પ્રાર્થના કરી છે કે દેશ પ્રગતિ કરે. ત્યારબાદ બોટાદ લઠ્ઠાકાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે.

બીજી તરફ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં મુખ્યમંત્રીના સહેરાને લઈ પૂછવામાં આવતા સમય આવતા બતાવીશું તેમ જણાવ્યુ હતું. જયારે અરવિંદ કેજરીવાલ સાથે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ સોમનાથ મહાદેવના દર્શન કરી ભાવનગર અને રાજકોટ જવા રવાના થયા હતા.

Next Story