ગીર સોમનાથ : જ્યોતપૂજન અને મહાઆરતી સાથે સોમનાથ મહાદેવ મંદિરે માસિક શિવરાત્રીની ઉજવણી કરાય…

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ગીર સોમનાથ : જ્યોતપૂજન અને મહાઆરતી સાથે સોમનાથ મહાદેવ મંદિરે માસિક શિવરાત્રીની ઉજવણી કરાય…

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર પ્રક્ષાલન પૂજારીને ફરજ પરની અંતિમ શિવરાત્રિએ મુખ્ય યજમાન બનાવી ટ્રસ્ટે અદકેરું વિદાયમાન આપ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ વદ તેરસ એટલે કે, માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના સમયે સોમનાથ ટ્રસ્ટના સચિવ તેમજ નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભવોના હસ્તે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજા સવિશેષ એટલા માટે બની હતી કે, 42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર અને આ માસિક શિવરાત્રી બાદ નિવૃત્ત થઈ રહેલ પ્રક્ષાલન પૂજારી અરવિંદગિરિને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજાના મુખ્ય યજમાન બનાવી તેઓને અદકેરું વિદાયમાન આપવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે જ્યોત પૂજન અને જ્યોત પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું. માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર રાત્રિના 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રિ પર કરવામાં આવતી આ મહાઆરતી સ્થાનિક તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે.

Latest Stories