Connect Gujarat
ધર્મ દર્શન 

ગીર સોમનાથ : ઉના તાલુકના વાંસોજ ગામે રામદેવપીર દાદાના સરવા મંડપનું ભવ્ય આયોજન કરાયું

મંડપના દિવસે રાત્રીના સમયે લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

X

સોરઠમાં રામદેવપીર દાદાના સરવા મંડપનું ખૂબ મહત્વ

ઉના-વાંસોજ ગામે રામદેવપીર દાદાના મંડપનું આયોજન

સરવા મંડપમાં બ્રામ્હણોએ ભૂમિપૂજન સહ સ્થાપના કરી

વાંસોજ ગામે શોભયાત્રા યોજી ધુપેલિયું ફેરવવામાં આવ્યું

લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ગીર સોમનાથ જિલ્લના ઉના તાલુકના વાંસોજ ગામમાં શ્રી રામદેવપીર દાદાના સરવા મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સોરઠ પંથકમાં રામદેવપીર દાદાના મંડપનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લના ઉના તાલુકના વાંસોજ ગામમાં શ્રી રામદેવપીર દાદાના સરવા મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંડપમાં સૌપ્રથમ સ્થાપના સમયે બ્રામ્હણો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ખાડો ખોદી કળશ, શ્રીફળ, સોપારી, ચાંદીની ગાય, કાચબો, સાથિયો, ચણોઠી, પંચામૃત સહિતની પધરામણી કરી તેના પર પથ્થરની પાટ પાથરવામાં આવી હતી. ત્યારબાદ તેના પર 52 ગજ લાંબો લાકડાનો અખંડ સ્તંભ મુકવામાં આવ્યો હતો, જ્યાં ગણેશજી તેમજ રામદેવપીર દાદાની સ્થાપના કરી સવાર-સાંજ વિધિવત પૂજા કરવામાં આવે છે. આ સાથે જ સવાર-સાંજ ગામમાં શોભયાત્રા કાઢી ધુપેલિયું ફેરવવામાં આવે છે, ત્યારબાદ મંડપના દિવસે રાત્રીના સમયે લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story