પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ભગવાન શિવની ઉપાસના સાથે સોમનાથ તીર્થમાં આજે શ્રાવણનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસ શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને પણ ભારે માત્રામાં ભાવિકો ઊમટાયા છે. તો બીજી તરફ નજીકમાં આવેલ હિરણ કપિલા અને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓના સંગમ તટે ભારે માત્રામાં ભાવિકો આજે પીપળાને પાણી રેડવા અને પિતૃ તર્પણ કરવા ઉમટી પડ્યા છે.
શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણ અંતિમ નિજધામ ગમન કરવા માટે પ્રભાસ તીર્થમા આવ્યા હતા અને અહીં 56 કોટી યાદવોને મુક્તિ અપાવી હતી. ત્યારે આજે દરેક ભાવિકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પોતાના પિતૃઓનું તર્પણ કરી પીપળા પર પાણી રેડી અને પિતૃઓના આશીર્વાદ મેળવ્યા હતા.શ્રાવણી અમાસના દિવસે સંગમ ખાતે પ્રખર શિવ ઉપાસક અને શિવભક્તિના ભજનીક પ્રસિદ્ધ લોક ગાયક નિરંજન પંડ્યાએ પોતાના પિતૃઓનું તર્પણ કરાવ્યું હતું. તર્પણ બાદ તેઓએ ત્રિવેણી સંગમના કિનારા પર ભગવાન શિવની આરાધના કરી હતી. અને સૌએ સાથે મળી ભગવાન સોમનાથનો જય જય કાર કર્યો હતો