મૌની અને શનિ અમાસનો સંયોગ બનવાથી કરો આ ઉપાય,મળશે પિતૃઓના આશીર્વાદ

આજે મૌની અમાસનાં દિવસે દેશભરમાં પવિત્ર સ્નાન અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ વખતે મૌની અમાસ પર ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે.

મૌની અને શનિ અમાસનો સંયોગ બનવાથી કરો આ ઉપાય,મળશે પિતૃઓના આશીર્વાદ
New Update

આજે મૌની અમાસનાં દિવસે દેશભરમાં પવિત્ર સ્નાન અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ વખતે મૌની અમાસ પર ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, શનિવારે અમાસ આવતી હોવાથી તેને શનિશ્ચરી અમાસ પણ કહેવામાં આવશે. પંચાંગ અનુસાર, વધારે પવિત્રતો માઘ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાનની સાથે પૂર્વજોની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. મૌની અમાસના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે પૂર્વજોની પૂજા કરવાથી શુભ ફળ મળશે.

તર્પણ અને પિંડ દાન :-

અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે નદીના કિનારે દક્ષિણ દિશા તરફ મુખ કરીને પાણીમાં તલ મિક્સ કરીને પિતૃઓને અર્પણ કરો. તેની સાથે આ હેતુ માટે પિંડદાન પણ કરો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પૂર્વજો પરિવારની વૃદ્ધિ માટે આશીર્વાદ આપે છે.

પીપળાની પૂજા :-

મૌની અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી તેમજ અન્ય દેવતાઓનો વાસ હોય છે. આ સાથે પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. એટલા માટે અમાસના દિવસે પીપળાને જળ ચઢાવો. તેની સાથે સફેદ મીઠાઈ અર્પણ કરો અને તેની પ્રદક્ષિણા કરો.

દાન :-

મૌની અમાસના દિવસે આપવામાં આવેલું દાન મહાન દાન માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે તમે તમારી ક્ષમતા અનુસાર લોટ, ચોખા, ધાબળા, તલથી બનેલી વસ્તુઓ, મીઠાઈ, ખાંડ, દૂધ વગેરે જરૂરિયાતમંદ અને ગરીબોને દાન કરી શકો છો. તેનાથી જીવનની અનેક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

સૂર્યદેવની પૂજા :-

મૌની અમાસના દિવસે ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો. પાણી અર્પણ કરતી વખતે તાંબાના વાસણમાં લાલ સિંદૂર, લાલ ફૂલ, કાળા તલ મૂકો.

આ પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવો :-

ગાય, કાગડો, કૂતરો, કીડીના આગમન માટે ભોજન રાખો અને પિતૃઓને પિંડદાન અર્પણ કરો. આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

શનિદેવની પૂજા કરો :-

શનિવારે અમાસ આવવાના કારણે શનિદેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળશે. એટલા માટે આ દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવો. તેની સાથે સરસવના તેલનો દીવો કરવો.

#ConnectGujarat #BeyondJustNews #Worship #blessings #spiritual #Shani Amas #Ancestors
Here are a few more articles:
Read the Next Article