Connect Gujarat
ધર્મ દર્શન 

જો તમે કરવા ચોથની પૂજા પહેલી વાર કરતાં હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, વડીલોના આશીર્વાદ સાથે કરો આ પૂજા..

કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.

જો તમે કરવા ચોથની પૂજા પહેલી વાર કરતાં હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, વડીલોના આશીર્વાદ સાથે કરો આ પૂજા..
X

કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. આખો દિવસ નકોરડા ઉપવાસ પણ કરે છે અને સાંજે ચાંદને જોઈને ઉપવાસ તોડે છે. આ વ્રતનું ઘણું મહત્વ છે. પણ જો તમે નવપરિણીત છો તો અમુક બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહે છે. તો જાણો એવિ બાબતો વિષે....

· સોળ શણગાર છે ખુબ જ જરૂરી

જો તમે લગ્ન પછી તરત જ એટલે કે તમે પહેલું કરવા ચોથનું વ્રત આકરી રહ્યા છો તો તમારે આ દિવસે 16 શણગાર સજવાના રહેશે. આ દિવસ મહિલાઑ માટે તેના પતિની પૂજાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસને પતિની ઉંમર સાથે જોડવામાં આવે છે.

· મહેંદી

આ દિવસે પરિણીત મહિલાઓએ તેમના હાથમાં ચોક્કસપણે મહેંદી લાગવાની હોય છે. આ દિવસે દરેક મહિલાઓએ મહેંદી લગાવવી ખૂબ જ જરૂરી બને છે.

· લાલ રંગનું મહત્વ

જો તમે પહેલી વાર આ વ્રત ઋ રહ્યા છો તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રખવાનું હોય છે કે તમે આજના દિવસે લાલ અથવા ગુલાબી રંગના જ વસ્ત્રો પહેરી શકો છો. આ રંગને ધારણ કરવો શુભ માનવામાં આવે છે.

· સરગી

કરવાચોથ પર સરગીનું ઘણું મહત્વ છે. કોઈ પણ કિંમતે આ દિવસે સરગી ખાવાનું ભૂલવું જોઈએ નહીં. જો તમે આ વ્રત પહેલી વાર આકરી રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે સવારે વહેલા ઊઠીને સરગી ખાવી જ જોઈએ. સરગીમાં 7 વસ્તુઓ ખાવાનો નિયમ છે.

· આ રંગના કપડાં કયારેય ના પહેરવા

કરવા ચોથના વ્રત દરમિયાન તમારે કાળા, સફેદ, વાદળી કે ભૂરા રંગના વસ્ત્રોના પહેરવા જોઈએ કારણ કે આ રંગના વસ્ત્રો શુભ માનવામાં આવતા નથી.

· વ્રતના નિયમો

ચંદ્રને અર્ધ્ય અર્પણ કરીને જ કરવા ચોથનું વ્રત ખોલવું જોઈએ, ઉપવાસ કર્યા પછી તમે સાત્વિક ખોરાક ખાઈ શકો છો. શુધ્ધ ખોરાક જ ખાવો જોઈએ.

· વડીલોના આશીર્વાદ

જો તમે આ વ્રત પહેલી વાર આકરી રહ્યા છો તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે સવારે અને સાંજે વડીલોના આશીર્વાદ અવશ્ય લેવા જ જોઈએ. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ધાર્મિક વિધિઓ સાથે ચોથનું વ્રત કરવામાં આવે તો તમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

Next Story