જામનગરમાં શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે શનિજયંતી નિમિતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી
દરવર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે શનીદેવ જયંતીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે શનીદેવ જયંતી નિમિતે જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનીદેવ મંદિરે લોકોએ શનિદેવની પૂજા અર્ચના કરી હતી અને શનિજયંતી નિમિતે પ્રાર્થના કરી હતી તેમજ મહાઆરતી, મહાપ્રસાદ અને અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
