Connect Gujarat
ધર્મ દર્શન 

જુનાગઢ : સ્વયં ઇન્દ્રદેવે ગરવા ગિરનારની ગોદમાં કરી હતી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના, જાણો મંદિરનો મહિમા..!

આજથી શ્રાવણ માસના પ્રારંભે જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર ગુજરાતના શિવાલયો ગુંજી ઉઠ્યા છે

X

જુનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક એવા ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શનનું અનેરૂ મહત્વ રહ્યું છે, ત્યારે શ્રાવણ માસના પ્રારંભ તેમજ દર સોમવારે અહીં શિવભક્તો દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવે છે. એક પત્રમ એક પુષ્પમ એકલોટા જલકી ધાર દયાલુ રીજ કે દેત હૈ ચંદ્ર મૌલી ફલચાર... જીવ અને શિવના મિલનનો અમૃત અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ, ત્યારે આજથી શ્રાવણ માસના પ્રારંભે જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર ગુજરાતના શિવાલયો ગુંજી ઉઠ્યા છે, તેવામાં વાત કરવી છે, જુનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક એવા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની...

આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો દેવોના રાજા ઇન્દ્રએ ગૌતમ ઋષિના પત્ની સત્ય અહલ્યા સાથે કપટ કરતા ગૌતમ ઋષિ દ્વારા ઇન્દ્રને શ્રાપ આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે દેવોના રાજા ઈન્દ્રને શરીરમાં કોઢ નીકળતા આ શ્રાપમાંથી મુક્ત થવા અને સ્વર્ગમાં પરત જવા માટે ઇન્દ્ર દ્વારા નારદમુનીને વિનંતી કરતા નારાદમુની પ્રેરણાથી આ જગ્યા પર ઇન્દ્ર દ્વારા શિવલિંગની સ્થાપના કરી તપસ્યા કરવામાં આવી હતી. આ તપસ્યાના પ્રભાવે ભગવાન મહાદેવ પ્રસન્ન થતા ઇન્દ્રને શ્રાપમાંથી મુક્ત થવા માટે આ સ્થળથી દૂર જમીન પર તીર છોડવાનું કહેવાયુ હતું. મહાદેવની આજ્ઞાથી ઇન્દ્રએ જ્યારે જમીન પર તીર છોડ્યું, ત્યારે ત્યાં ગંગાજી પ્રગટ થતા તે કુંડમાં ઇન્દ્ર દ્વારા સ્નાન કરવામાં આવતા તેનો કોઢ મટી જતા શ્રાપમાંથી મુક્તી માલી હતી.

ત્યારબાદ ઇન્દ્ર દ્વારા આ જગ્યા પર શિવલિંગની સ્થાપના કરવામાં આવી હોવાથી આ જગ્યાનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું હોવાની લોકવાયકા છે. કળિયુગમાં સુપ્રસિદ્ધ થયેલ આ જગ્યાની વિશેષ વાત કરવામાં આવે તો, ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા પણ સાત રાત્રિ અને આઠ દિવસ તપસ્યા કરવામાં આવતા તપસ્યાના પ્રભાવે મહાદેવના સાક્ષાત્કાર નરસિંહ મહેતાને પણ થાય હતા. એ સમયે મહાદેવે નરસિંહ મહેતાને 2 વરદાન માગવાનું કહેતા નરસિંહ મહેતાએ એક વચનમાં ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન અને બીજા વચનમાં પોતાની નગરી નાત ક્યારેય દુઃખી ન થાય તેમ જણાવ્યું હતું, ત્યારે મહાદેવે નરસિંહ મહેતા પર વિશેષ કૃપા કરી હોવાથી કુંવરબાઈનું મામેરુ સહિત અનેક પરચાઓ આપી ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત્કાર સાથે તેમના દરેક કામો ઇન્દ્રેશ્વર મહાદેવની તપસ્યાના કારણે જ પૂર્ણ થતા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક મહત્વ રહેલું છે.

Next Story