Connect Gujarat
ધર્મ દર્શન 

જુનાગઢ: જગ વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ, હર હર મહાદેવનો સંભળાયો નાદ

શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢના વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે મંદિર પ્રસાશન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

X

શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢના વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે મંદિર પ્રસાશન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

શ્રાવણ માસ નિમિત્તે રાજ્યભરના તમામ શિવાલયોમાં હર હર ભોલેના નાદ ગુંજી ઉઠ્યા છે જે અંતર્ગત જુનાગઢના અતિ પ્રાચીન અને પૌરાણિક ભવનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાવિકો ઉપરાંત સાધુ સંતો પણ ભવનાથ મહાદેવના શરણે આવી પહોંચ્યા હતા.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભવનાથ મંદિર ખાતે ન માત્ર જુનાગઢ પરંતુ દેશભરના અલગ અલગ રાજ્યમાંથી ભાવિકો અહીં ભવનાથ મહાદેવને શરણે શીશ ઝૂકાવવા આવતા હોય છે.મહત્વનું છે કે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ શિવાલયોમાં ભવનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલ ભવનાથ મહાદેવ અનેક શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.

Next Story