જૂનાગઢ: બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની પ્રાર્થના સભા યોજાય,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી.

New Update
  • બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની યોજાય પ્રાર્થના સભા

  • સેવકો અને નગરજનો દ્વારા અપાઇ પુષ્પાંજલિ

  • અંબાજી શક્તિપીઠ તેમજ ભીડભંજન મહાદેવના હતા મહંત

  • ભીડભંજન મહાદેવ મંદિર ખાતે બાપુને શ્રદ્ધાજંલી અપાઇ

  • 71 વર્ષની વયે બ્રહ્મલીન થયા

જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી.
આ પ્રાર્થના સભામાં અનેક ભાવિકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ ભાવિકોએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. બાપુની આત્માને શાંતિ મળે તે માટે ધૂનનું પણ આયોજન કરાયું હતું.
પ્રાર્થના સભા બાદ બુદ્ધગીરી બાપુએ ધનસુખગીરી બાપુના સાધુમય જીવન વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને બાપુને પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહત્વનું છે કે બ્રહ્મલિન તનસુખગીરી બાપુ 71 વર્ષની ઉંમરે  દેવલોક પામ્યા હતા.
Read the Next Article

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટના વકીલનું મોટું નિવેદન

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે.

New Update
jail

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે.

આ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોર્ટ આપમેળે તેની નોંધ લઈ શકે છે અને પછી આ અંગે પોલીસને સૂચના પણ આપી શકે છે.
આ અંગે કાર્યવાહી થવી જોઈએ, તેની તપાસ થવી જોઈએ અને FIR નોંધવી જોઈએ. કથાકાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ગેરકાયદેસર છે. વાર્તાકાર સામે કાર્યવાહી થવી જોઈએ. વાર્તાકારે જાહેર મંચ પરથી આ નિવેદન આપ્યું છે. તે ગુનાની શ્રેણીમાં આવે છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરવી જોઈએ અને FIR દાખલ કરવી જોઈએ. પોલીસે આ કેસમાં સ્વતંત્ર રીતે કામ કરવું જોઈએ અને કોઈપણ રાજકીય દબાણ વિના FIR દાખલ કરવી જોઈએ.
બીજી તરફ, વાર્તાકાર અનિરુદ્ધાચાર્યે મહિલાઓ પરના પોતાના નિવેદન બદલ માફી માંગી છે. તેમનું કહેવું છે કે જો મહિલાઓને તેમના નિવેદનથી ખરાબ લાગ્યું હોય તો તેઓ માફી માંગે છે.
important statement | Supreme Court | Supreme Court News | lawyer | Aniruddhacharya