ભરૂચ:હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ-પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700કી.મી.ની યાત્રાએ જવા રવાના

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા

New Update
  • પવિત્ર શ્રાવણ માસનો થઈ રહ્યો છે પ્રારંભ

  • ઇલાવ ગામના કાવડયાત્રીઓ રવાના થયા

  • કાશી વિશ્વનાથ-પરલી વૈજનાથ જયોતિર્લિંગની યાત્રાએ રવાના

  • હર હર મહાદેવના નાદ સાથે કાવડયાત્રાનો પ્રારંભ

  • 1700 કી.મી.નું અંતર પગપાળા કાપશે

ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700કી.મી.ની કાવડયાત્રાએ જવા રવાના થયા છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા.
આજરોજ ગામના રામજી મંદિર,ભીડભંજન મહાદેવ મંદિર,વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમ્યાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કી.મી.નું અંતર પગપાળા કાપી 28 દિવસે બન્ને જ્યોતિર્લિંગની કાવડયાત્રા પૂર્ણ કરશેઅને  દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડયાત્રીઓ દ્વારા રોજનું 50 કી.મી.નું અંતર પગપાળા કાપવામાં આવશે.
Read the Next Article

પંચમહાલ : શક્તિ, ભક્તિ અને આસ્થા કેન્દ્ર પાવાગઢ મહાકાળી મંદિરે પ્રથમ નોરતે ઊમટ્યું માઈભક્તો ઘોડાપૂર...

પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

New Update
  • શક્તિભક્તિ અને આસ્થાનું પર્વ એટલે આસો નવરાત્રિ

  • આસો નવરાત્રિનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો

  • પાવાગઢ સ્થિત મહાકાળી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર

  • નવરાત્રિના પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

  • એક લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કરી ધન્યતા અનુભવી

શક્તિભક્તિ અને આસ્થાનું પર્વ આસો નવરાત્રિનો આજથી ભવ્ય પ્રારંભ થયો છેત્યારે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે માઁ આદ્યશક્તિના આરાધનાના પર્વ આસો નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છેત્યારે 51 શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતું પંચમહાલ જિલ્લાનું તીર્થધામ પાવાગઢ મહાકાળી મંદિર માઈભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છેજ્યાં નવરાત્રિના પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.

મહાકાળી માતાના મંદિરે વહેલી સવારથી જ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજસ્થાનમધ્યપ્રદેશ તેમજ ગુજરાતભરના અનેક શહેરોમાંથી યાત્રાળુઓ અહી આવતા હોય છેત્યારે નિજમંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર પરિસર માતાજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું.