કેદારનાથ ધામના કપાટ થયા બંધ,છેલ્લા છ દિવસમાં એક લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

ઉત્તરાખંડના હિમાલયમાં સ્થિત ચાર ધામ, પંચ કેદાર અને પંચ બદ્રીના કપાટને શિયાળા માટે શનિવારથી બંધ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગંગોત્રી ધામના કપાટ 2 નવેમ્બરના રોજ 12.14 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા હતા.

New Update
Kedarnath Dham
Advertisment

કેદારનાથ ધામમાં વહેલી સવારે 4 વાગ્યાથી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી.કપાટ બંધ કરવાનો સમય સવારના 8.30 કલાકનો હતો.હવે કેદારનાથ 6 મહિના સુધી ઉખીમઠમાં જ દર્શન આપશે. ઉત્તરાખંડના હિમાલયમાં સ્થિત ચાર ધામપંચ કેદાર અને પંચ બદ્રીના કપાટને શિયાળા માટે શનિવારથી બંધ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી ધામના કપાટ 2 નવેમ્બરના રોજ 12.14 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા હતા.

Advertisment

કપાટ બંધ કરતા પહેલાતેમને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા.બીજા દિવસે 4 નવેમ્બરે ત્રીજા કેદારતુંગનાથના કપાટ પણ બંધ થઈ જશે.બદ્રીનાથ ધામના કપાટ શીતકાળ માટે 17 નવેમ્બરે અને મદમહેશ્વરના કપાટ 20 નવેમ્બરે બંધ કરવામાં આવશે. 

આજેઅભિજીત મુહૂર્ત દરમિયાનકેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.આજે ભાઈબીજ નિમિત્તે સવારે 8.30 કલાકે ધામના કપાટ બંધ કરવામાં આવ્યા હતા. બાબા કેદારનાથ ધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયા ગત મંગળવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી. શીતકાળ માટે ધામમાં આવેલા ભાણકુઠ ભૈરવનાથના કપાટ સૌથી પહેલા બંધ કરી દેવામાં આવ્યા હતા. 

31 ઓક્ટોબર સુધીમાં કેદારનાથ ધામમાં ભક્તોની સંખ્યા 1,60,2,144 પર પહોંચી ગઈ છે અને કપાટ બંધ થવાના અવસર પર પણ મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથમાં હોવાની અપેક્ષા છે. છેલ્લા 6 દિવસમાં 1 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા.યમુનોત્રી ધામના કપાટ પણ આજે જ બંધ થશે.આજે દ્વાર બંધ થવાના અવસરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 

Latest Stories