New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
પૌરાણિક ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની ઉજવણી
13મા પાટોત્સવની ઉજવણી કરાય
મહાઆરતી-ભંડારાનું આયોજન
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ શ્રી ક્ષિપ્રા ગણેશ 32 મુદ્રાઓ પૈકીની એક છે. ક્ષિપ્રા એટલે તુરંત ફળ આપનાર. ભારતનું ક્ષિપ્રા ગણપતિનું આ નવમું અને ગુજરાતનું સૌ પ્રથમ મંદિર છે જે મંદિરના 13 માં પાટોત્સવ અને પરિસરમાં આવેલ નર્મદા માતાજીના મંદિરના 8માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પાટોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાય હતી. જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા,નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ,જનક શાહ,કૌશલ ગોસ્વામી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આરતી ઉતારવાનો લહાવો લીધો હતો.આ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories