ભરૂચ: ઓમકારેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી,શિવ પરિવારનો અદભૂત સેટ ઉભો કરાયો

ભરૂચ શહેરમાં મહાશિવરાત્રીના પર્વ પર સૌથી મોટું અને અદ્ભુત આયોજન મકતમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યું હતું.......

New Update
  • આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી

  • ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલું છે મંદિર

  • ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ઉજવણી

  • શિવ પરિવારનો અદભૂત સેટ ઉભો કરાયો

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના મકતમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રિના પાવન પર્વે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરમાં મહાશિવરાત્રીના પર્વ પર સૌથી મોટું અને અદ્ભુત આયોજન મકતમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યું હતું.જ્યાં સવારથી જ દર્શનાર્થીઓની લાંબી લાઇનો લાગી ગઈ હતી.શિવરાત્રિના પર્વે ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
બંગાળના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ શિવ પરિવારનો અદ્ભુત સેટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભક્તો સેટ સાથે ફોટોગ્રાફી કરતા અને દર્શનનો લાભ લેતા નજરે પડ્યા હતા.મંદિર પરિસરમાંમાં શિવ ભજનોની મીઠી ધૂન સાથે ચાર પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ભક્તો માટે ભાંગની પ્રસાદીનું પણ વિશેષ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. તો ભોળા શંભુ ને દૂધ, જળ, બીલીપત્ર તથા કાળાતલ અર્પણ કરવામાં આવ્યા હતા.
મંદિર પરિસરમાં આવેલ સ્વામી શ્રી સ્વયં જયોતિતીર્થ સ્વામીજીની સમાધિ ખાતે તેઓની પ્રતિમાનું પણ આજના શુભ દિને અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના અગ્રગણ્ય નાગરિકો તથા મોટી સંખ્યામાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મંદિરના ટ્રસ્ટી ગણ અને શિવભક્તોએ શિવરાત્રિ મહોત્સવને યાદગાર અને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.
Latest Stories