નવરાત્રી વિશેષ: ભરૂચના ૨૦૬૫ વર્ષ જૂના અંબાજી માતાના મંદિરમાં વિષાયંત્રમાંથી નીકળે છે જળ, જુઓ રોચક કથા

આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા તમને બતાવવા જય રહ્યા છે.

New Update
નવરાત્રી વિશેષ: ભરૂચના ૨૦૬૫ વર્ષ જૂના અંબાજી માતાના મંદિરમાં વિષાયંત્રમાંથી નીકળે છે જળ, જુઓ રોચક કથા

આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા તમને બતાવવા જય રહ્યા છે. આ મંદિરમાં એક વિષાયંત્ર છે જેમાંથી અવિરત પણે પાણી વહી રહયું છે.

અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને ૨૦૧૫માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે અને મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે.મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલ વિષાયંત્રનું પણ અનેરૂ મહત્વ રહેલું છે.આસો નવરાત્રિમાં જેમ મોટા અંબાજી મંદિરમાં માતાજીને ૯ દિવસ વિવિધ સિંહાસન ઉપર બિરાજમાન કરાય છે તે રીતે જ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે પણ માતાજીને ૯ દિવસ અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે.દાંડિયા બજાર અંબાજી મંદિરની સ્થાપના સવંત ૭માં કરવામાં આવી હતી અને આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાથી વિષાયંત્ર, શંકર પાર્વતી, બે શિવલિંગ, ગણેશજી હનુમાનજી તથા રામ લક્ષ્મણ સીતા સહિત ચંદન સુખડના કાષ્ઠની મૂર્તિની `પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેનો ઉલ્લેખ ભરુચના ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે. મંદિરમાં રહેલ વિષાયંત્રમાંથી સતત પાણી વહે છે જે અલૌકિક છે. આ યંત્રના દર્શન માટે સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે

#Ambaji Temple #Navratri Special #BeyondJustNews #interesting story #Connect Gujarat #Navratri #Gujarat #Bharuch
Latest Stories