New Update
/connect-gujarat/media/post_banners/30e63df345c88280b721b20acc9eb8dea732796348e1cf7bdeba2ea1ba47d5ee.webp)
આજે મહાશિવરાત્રી પર્વને લઇને શિવજીના મંદિરોમાં ભક્તોની લાંબી કતારો લાગી છે શિવજી પાર્વતીના દર્શન કરી ભકતો પોતાની મનોકામના માંગી દર્શન કરતા જોવા મળી રહ્યા છે .એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભોલેનાથે વૈરાગી જીવનનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું.મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં ઉજવણીનો રંગ જોવા મળ્યો હતો.શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ જળ,બિલ્વપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા.તો ઠેર ઠેર ભાંગની પ્રસાદીનું પવન વિતરણ કરવામાં આવ્યું હતું