સાળંગપુરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી
શ્રી કષ્ટભંજનદેવને શિવસ્વરૂપના વાઘાનો શણગાર
સિંહાસનને બ્લુ ડેઝીના ફુલોથી શણગારવામાં આવ્યું
શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં મહાઆરતીનું વિશેષ આયોજન
વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
બોટાદ જિલ્લાના સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ દાદાને મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી અંતર્ગત શિવસ્વરૂપના વાઘાનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.તથા સિંહાસનને બ્લુ ડેઝીના ફુલોથી શણગારવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સંપન્ન થયા હતા.
શ્રી કષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફુલોનો શિવસ્વરૂપ થીમનો દિવ્ય શણગાર કરાયો હતો. જ્યારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.