બોટાદ : પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન હનુમાનજી દાદાના સિંહાસનને ગામડાના ઘરની પ્રતિકૃતિ સાથે પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર કરાયો

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગામડાના ઘરની પ્રતિકૃતિ સાથે પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો

New Update
  • કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધનુર્માસ નિમિત્તે ઉજવણી

  • કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો

  • દાદાના સિંહાસનને ગામડાના ઘરની પ્રતિકૃતિનો શણગાર કરાયો

  • મંદિરમાં હનુમાનજી દાદાને પરંપરાગત વાઘાનો પણ શણગાર

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને ગામડાના ઘરની પ્રતિકૃતિ સાથે પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગામડાના ઘરની પ્રતિકૃતિ સાથે પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી.

જોકેપવિત્ર ધનુર્માસ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતુંઆ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે...

New Update

આજે શ્રાવણનો છે પ્રથમ શનિવાર

  • રોકડિયા હનુમાન ખાતે ઉમટ્યા ભક્તો

  • રામધૂનનું કરવામાં આવ્યું આયોજન

  • મંદિરમાં ભક્તોની લાગી ભીડ

  • દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા 

અંકલેશ્વર તાલુકાના નૌગામા અને માંડવા ગામ નજીક આવેલ નાગ તીર્થક્ષેત્ર રોકડીયા હનુમાન મંદિરે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

અંકલેશ્વર તાલુકાના નૌગામાના નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ભક્તો માટે અનેરૂ આસ્થાનું સ્થાનક છે.હાલમાં પવિત્ર શ્રાવણની શરૂઆત થઈ છે.અને આજરોજ શ્રાવણના પ્રથમ શનિવાર હોવાથી ભકતો શ્રી રામ દુત હનુમાનજીની ભક્તિમાં લિન બન્યા છે.

રોકડિયા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી,અને મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું,આ પવિત્ર સ્થાની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર,રોકડિયા હનુમાનજી,નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે.અને આ પાવનકારી તીર્થ સ્થાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.આ અવસર નિમિતે મંદિરમાં ચોવીસ કલાક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેનો લ્હાવો પણ  ભક્તો લઈ રહ્યા છે.