New Update
/connect-gujarat/media/media_files/2025/11/28/patotsav-of-bhathiji-baliya-dev-temple-2025-11-28-16-33-19.jpg)
અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે ભાથીજી મંદિર અને બળીયાદેવ મંદિરનો પાટોત્સવ યોજાયો હતો .જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો .
અંકલેશ્વરમા મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળીયાદેવ મહારાજનું મંદિર આવેલું છે.આ મંદિરનો આજરોજ પાટોત્સવ યોજાયો હતો.સવારથી ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને યજ્ઞ યોજાયો હતો.
પાટોત્સવમાં ગામના આગેવાનો સહીત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.પાટોત્સવ નિમિતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામના સરપંચ રણજીત વસાવા ,વિકાસ પટેલ ,રાહુલ વસાવા ,કેન્સ પટેલ સહીત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories