વાચો નિર્જળા એકાદશીના પર્વે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મુહૂર્ત અને મહત્વ ...

જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે.

New Update
વાચો નિર્જળા એકાદશીના પર્વે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મુહૂર્ત અને મહત્વ ...

જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે. આ વર્ષે નિર્જળા એકાદશી વ્રત 31 મે 2023, બુધવારના રોજ રાખવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ મહિનાની એકાદશી વ્રતના શુભ મુહૂર્તમાં 'શ્રી હરિ'ની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા સાધક પર બની રહે છે.તો આવો જાણીએ નિર્જળા એકાદશી વ્રતની પૂજાનો શુભ સમય અને મહત્વ.

પંચાંગ અનુસાર, જેઠ સુદ એકાદશી તિથિ 30 મેના રોજ બપોરે 01:07 વાગ્યે શરૂ થશે અને 31 મેના રોજ બપોરે 01:45 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ મુજબ, નિર્જળા એકાદશી વ્રત 31 મે 2023, બુધવારના રોજ મનાવવામાં આવશે. આ સાથે 01 જૂનના રોજ સવારે 05.24 થી 08.10 સુધી એકાદશી વ્રત રાખી શકાય છે.

નિર્જળા એકાદશી 2023 શુભ મુહૂર્ત :-

હિન્દુ પંચાંગ અનુસાર કે નિર્જળા એકાદશી વ્રતના દિવસે 3 શુભ સંયોગો બની રહ્યા છે. 31 મેના રોજ હસ્ત નક્ષત્ર બની રહ્યું છે, જે સવારે 6 વાગ્યા સુધી રહેશે. બીજી તરફ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે, જે સવારે 05.24 થી 06.00 સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બંને યોગોને શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યા છે.

નિર્જળા એકાદશી 2023 પૂજા મહત્વ :-

નિર્જળા એકાદશી વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ નિર્જળા એકાદશીના રોજ આ ઉપવાસ અન્ન-જળ લીધા વિના કરે છે, તેને તમામ 24 એકાદશી વ્રતનું ફળ મળે છે. આ સાથે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સાધકને ધન, ઐશ્વર્ય, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Latest Stories