શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મકરસંક્રાંતિ નિમિત્તે સૂર્યપૂજા,ગૌપુજા સહિતના ધાર્મિક કાર્ય યોજાયા

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન, તેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરવામાં આવ્યું

New Update
  • શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી

  • શ્રી સોમનાથ મહાદેવને કરાયો સફેદ તલનો શણગાર 

  • મકરસંક્રાંતિ પર્વ નિમિતે યોજાઈ વિશેષ પૂજા

  • સૂર્યપૂજા,ગૌપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • દેશભર માંથી 300 ભક્તો ઓનલાઇન માધ્યમથી પૂજામાં જોડાયા

શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપુજા સહિત ધાર્મિક કાર્યમાં ભક્તો તલ્લીન બન્યા હતા,જયારે 300 પરિવારો ઓનલાઇન માધ્યમથી ગૌપૂજામાં જોડાયને પૂજાનો લ્હાવો લીધો હતો.

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજાગૌપૂજાસહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજનતેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરવામાં આવ્યું હતું.

સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળા માંથી લેવાયેલ ગૌમાતાને શ્રૃંગાર કરીને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો.

આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી 300 થી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા.સંક્રાંતિ કાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુધ્ધોદક જળદૂધ,દહીં,સાકરસહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો. અને સાંજે તલનો વિશેષ શૃંગારમાં પણ કરવામાં આવશે.

ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

Read the Next Article

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટના વકીલનું મોટું નિવેદન

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે.

New Update
jail

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે.

આ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.

કથાકાર અનિરુદ્ધાચાર્યને જેલ થઈ શકે છે. મહિલાઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગ્યા પછી પણ કથાકાર સામે વિરોધ વધી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોર્ટ આપમેળે તેની નોંધ લઈ શકે છે અને પછી આ અંગે પોલીસને સૂચના પણ આપી શકે છે.
આ અંગે કાર્યવાહી થવી જોઈએ, તેની તપાસ થવી જોઈએ અને FIR નોંધવી જોઈએ. કથાકાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ગેરકાયદેસર છે. વાર્તાકાર સામે કાર્યવાહી થવી જોઈએ. વાર્તાકારે જાહેર મંચ પરથી આ નિવેદન આપ્યું છે. તે ગુનાની શ્રેણીમાં આવે છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરવી જોઈએ અને FIR દાખલ કરવી જોઈએ. પોલીસે આ કેસમાં સ્વતંત્ર રીતે કામ કરવું જોઈએ અને કોઈપણ રાજકીય દબાણ વિના FIR દાખલ કરવી જોઈએ.
બીજી તરફ, વાર્તાકાર અનિરુદ્ધાચાર્યે મહિલાઓ પરના પોતાના નિવેદન બદલ માફી માંગી છે. તેમનું કહેવું છે કે જો મહિલાઓને તેમના નિવેદનથી ખરાબ લાગ્યું હોય તો તેઓ માફી માંગે છે.
important statement | Supreme Court | Supreme Court News | lawyer | Aniruddhacharya
Latest Stories