Connect Gujarat

પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે; જાણો તેનું મહત્વ અને પૂજા વિધિ

પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે; જાણો તેનું મહત્વ અને પૂજા વિધિ
X

શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. કોઈ જગ્યાએથી અજા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રત ૩ સપ્ટેમ્બર, શુક્રવારે કરવામાં આવશે. ઘણી જગ્યાએ આજના દિવસે આ વ્રતને મનાવવામાં આવ્યું હતું. આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુન પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.

એકાદશી વ્રત કરવા માટે તમારે તે દિવસે જલ્દી જાગવું. પછી ઘરની સાફ-સફાઈ કરો. તે પછી આખાં ઘરમાં ગૌમૂત્ર છાંટવું. તે પછી શરીર ઉપર તલ અને માટીનો લેપ લગાવીને સ્નાન કરવું. નાહવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરવું. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરવી. દિવસભર સંયમ સાથે રહીને રાતે જાગરણ અને ભગવાન વિષ્ણુના ભજન-કીર્તનની પરંપરા છે.

અજા એકાદશીની પૂજા વિધિ કરવા આ બાબતો ધ્યાનમાં અરખો. ઘરમાં પૂજા સ્થાને પૂર્વ દિશામાં કોઈ સાફ જગ્યાએ ગૌમૂત્ર છાંટવું અને ત્યાં ઘઉં રાખવાં. પછી તેના ઉપર તાંબાનો લોટો કે કળશ રાખવો. લોટાને જળથી ભરવું અને તેના ઉપર અશોકના પાન રાખવા અને પછી તેના ઉપર નારિયેળ રાખવું. આ પ્રકારે કળશની સ્થાપના કરવી. પછી કળશ ઉપર તે તેની પાસે ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખીને કળશ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. દીવો પ્રગટાવો. તે પછી આખો દિવસ વ્રત કરો અને બીજા દિવસે કળશની સ્થાપના હટાવી દો. પછી તે કળશનું પાણી આખા ઘરમાં છાંટવું અને બાકી રહેલાં પાણીને તુલસીમાં નાખવું.

અજા એકાદશીએ જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરે છે. તેમના પાપ દૂર થઈ જાય છે. વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે. આ વ્રતને કરવાથી જ રાજા હરિશચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો.

Next Story
Share it