Connect Gujarat
ધર્મ દર્શન 

સાબરકાંઠા:પ્રાંતિજના સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષના પ્રથમ દિવસે માઇભક્તોની ભીડ જામી

સુપ્રસિધ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષમાં પ્રથમ દિવસે સવારથીજ માઇ ભકતોની મંદિર ખાતે ધસારો જોવા મળ્યો

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષમાં પ્રથમ દિવસે સવારથીજ માઇ ભકતોની મંદિર ખાતે ધસારો જોવા મળ્યો હતો તો માઇ ભક્તો દ્વારા નવા વર્ષ ની શુભ શરૂઆત માં ના દર્શનકરી કરી ધન્યતા અનુભવી હતી

ભારતીય સંસ્કૃતિ મુજબ બેસતાવર્ષની સાથે નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ખાતે આવેલ વર્ષો પુરાણુ અને સુપ્રસિધ્ધ શ્રી મહાકાળી માતા ના મંદિર ખાતે નવા વર્ષ ના પ્રથમ દિવસે પ્રાંતિજ સહિત તાલુકા માંથી તથા અમદાવાદ , ગાંધીનગર, મહેસાણા, બરોડા, સુરત સહિતના મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડયા હતાં તો વહેલી સવારથીજ મંદિર સહિત ના સંકુલમાં માઇ ભક્તો નું ધોડાપુર આવ્યું હતું તો દુર દુર થી આવેલ માઇ ભક્તોએ વર્ષ ના પ્રથમ દિવસે માંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો વહેલી સવારથીજ સાંપડ મંદિર ખાતે માઇ ભકતોનો ધસારો જોવાં જોવા મલ્યો હતો અને દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં દુરદુર થી આવેલ માઇ ભકતોએ વર્ષના પ્રથમ દિવસે શ્રી મહાકાળી માતાના દર્શન કરી નવા વર્ષ ની શુભ શરૂઆત કરી હતી .

Next Story