શ્રી અંબાજી મંદિરમાં દિવાળીમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

તારીખ 07/11/2024થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.જેમાં આરતીનો સમય સવારે 07:30થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00થી 11:30નો રહેશે

New Update
ambajimandir
Advertisment

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમિયાન આરતીદર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિરઅંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisment

જેમાં તારીખ 02/11/2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6:00થી 6:30 રહેશેદર્શનનો સમય સવારે 6:30થી 11:30નો રહેશેરાજભોગ બપોરે - 12:00 કલાકેબપોરે દર્શન 12:30થી 04:15 રહેશેસાંજે આરતીનો સમય 06:30થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

તારીખ 03/11/2024 કારતક સુદ બીજથી તારીખ 06/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 06:30થી 07:00 વાગ્યાનો રહેશેદર્શનનો સમય સવારે 07:00થી 11:30નો રહેશેરાજભોગ બપોરે-12:00 કલાકેબપોરે દર્શન 12:30થી 04:15 રહેશેસાંજે આરતીનો સમય 06:30થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

તારીખ 07/11/2024થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.જેમાં આરતીનો સમય સવારે 07:30થી વાગ્યાનો રહેશેદર્શનનો સમય સવારે 08:00થી 11:30નો રહેશેરાજભોગ બપોરે-12:00 કલાકેબપોરે દર્શન 12:30થી 04:15 રહેશે,સાંજે આરતીનો સમય 06:30થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

Latest Stories