સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર
સેવંતીના ફૂલોના વાઘા સાથેનો દિવ્ય શણગાર
ઠંડીમાં દાદાને કરાયો વિશેષ શણગાર
દાદાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લાના સાળંગપુરના ભક્તોના કષ્ટોને હર્તા શ્રી કષ્ટભંજન દેવને ઠંડીની મોસમમાં સેવંતીના રંગબેરંગી ફૂલોનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો,અને ભક્તોએ આ દિવ્ય શણગારના દર્શનનો લ્હાવો લીધો હતો.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને શિયાળાની ઠંડીમાં સેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ 30 નવેમ્બર 2025,રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા અને રંગબેરંગી સેવંતી ફુલોનો શણગાર કરાયો હતો.
આજે સવારે 06:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા સિલ્કના કાપડના એમ્બ્રોઇડરી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા હતા. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનુભવી હતી.