New Update
આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું
આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. વહેલી સવારના સમયે ઝરમર વરસાદ વચ્ચે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા.સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખૂલ્યા ત્યારથી જ ભાવિકો સતત કતારોમાં ઊભા રહ્યા હતા.સવારે 9:00 વાગ્યે ભગવાન સોમનાથની પાલખી યાત્રા મંદિર પરિસરમાં નીકળી અને ભાવિકોને આશીર્વાદ આપ્યા હતા. હર હર મહાદેવના નાદથી સોમનાથ મહાદેવ મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું
Latest Stories