-
ઉમરા વિસ્તારમાં આવેલું છે રામનાથ ઘેલા મહાદેવ મંદિર
-
એકમાત્ર મંદિર, જ્યાં જીવતા કરચલા ચડાવવાની પરંપરા
-
વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત રહેતા લોકોને શ્રદ્ધા
-
પોષ એકાદશીએ મહાદેવના દર્શન - પૂજનનું અનેરું મહત્વ
-
કાનની બીમારીની માનતા પૂરી કરવા ભક્તોનો મહાસાગર
સુરત શહેરના ઉમરા વિસ્તાર સ્થિત એકમાત્ર રામનાથ ઘેલા મહાદેવ મંદિર ખાતે જીવતા કરચલા ચડાવવાની અનોખી પરંપરા યથાવત રહી છે, ત્યારે આજે પોષ એકાદશીએ કાનની બીમારીની માનતા પૂરી કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
સુરત શહેર, જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે. ત્યાં અનેક પૌરાણિક મંદિરો છે, જે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. આ બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ અને આસ્થાભર્યું મંદિર રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે. જે ઉમરા વિસ્તારમાં આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર મંદિર છે, જ્યાં શિવલિંગ પર પુષ્પ-બીલીપત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. દર વર્ષે પોષ એકાદશીના દિવસે અહીં હજારો ભક્તોની ભીડ જામે છે.
ભક્તો જીવતા કરચલાઓ સાથે આવી પોતાની માનતા મુકે છે, અને શિવલિંગ પર કરચલા ચડાવી માનતા પૂર્ણ થાય એવી કામના કરે છે. આ મંદિર વર્ષોથી ભક્તો માટે શ્રદ્ધા અને આશાના દરિયા સમાન બની ગયું છે.
લોકમાન્યતા પ્રમાણે, જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે, અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવે છે, અને એમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે. પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે.
લોકમાન્યતા પ્રમાણે, જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે, અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવે છે, અને એમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે. પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે.
લોકદંતકથાઓ અનુસાર, ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા, અને પોતાના તીર્થકર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી. આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાય ગયા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા. કોઈ બ્રાહ્મણ ન મળતાં સમુદ્રદેવે બ્રાહ્મણરૂપ ધારણ કરીને પ્રગટ થઈ સહાય કરી હતી. આ સમયે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા.
એ સમયે ભગવાન રામે કરચલાઓને માન આપવા માટે આજીવન શ્રાપમુક્ત કરી માન્યતા આપી કે, જે કોઈ માનવી કાનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થાય. આ કથાના આધારે પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે.