કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની બન્યા સુરતના મહેમાન
ભાજપના યુવા મહિલા સંમેલનમાં રહ્યા ઉપસ્થિત
કોંગ્રેસ, AAPને લઈને આપ્યા ચોકાવનારા નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસારમાં હવે ગણતરીના દિવસો બાકી છે, જ્યારે દરેક પાર્ટીના નેતા પોતાની પાર્ટીની જીત માટે જોર લગાડી રહ્યા છે, ત્યારે સુરત ખાતે ભાજપના યુવા મહિલા સંમેલનમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અને કેજરીવાલને આડે હાથ લઈ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ હતું કે, આપને મત એટલે દારૂડિયા અને ચાઈલ્ડ રેપિસ્ટને સમર્થન એવો મતલબ થાય છે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અપશબ્દો બોલનારા આમ આદમી પાર્ટીના ગુંડાઓ તમામ મર્યાદાઓ ઓળંગી ગયા છે. વારંવાર આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની શિક્ષણ પ્રણાલી ઉપર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. તેઓ પોતાની શાળામાં જોવા જતા નથી, અને તેમના નેતાઓ જેલમાં ચાઈલ્ડ રેપિસ્ટો પાસેથી સેવા કરાવી રહ્યા છે. દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીના માતા-પિતાઓ પર શું અસર થશે. આવા રેપિસ્ટ જ્યારે મંત્રીઓની સેવા કરતા હશે અને આ મંત્રીઓ તેમને પોતાની સેવામાં નજીક રાખતા હશે. આમ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા હતા.