ભરૂચ: જંબુસરમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા નગરયાત્રા અને સભાગૃહનો લોકાર્પણ સમારોહ યોજાયો

ભરૂચના જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

New Update
  • ભરૂચના જંબુસરમાં કરાયુ આયોજન

  • સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

  • સભાગૃહનું લોકાર્પણ કરાયુ

ભરૂચના જંબુસર શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા જુદા જુદા પ્રકલ્પો અને સત્સંગલક્ષી આયોજન થતા રહે છે.આ વર્ષે ગુરૂહરિપરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની કૃપા પ્રેરણાથી અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વડોદરા ખાતે ઉજવાનાર મહંત સ્વામી મહારાજના 92 માં જન્મ જયંતી નિમિત્તે જંબુસર ઝોનમાં વિચરણ કરતા પૂ. જ્ઞાનવીર સ્વામી અને પૂ યશો નિલય દાસ  સ્વામીના માર્ગદર્શન હેઠળ જંબુસર શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પૂ.કોઠારી સ્વામી, પૂ.નારાયણ ભૂષણ સ્વામી, પૂ.ગુણાતીત સ્વામી સહિતના સંતો પધાર્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસરમાં  નૂતન મહંત સભા ગૃહનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, શહેર પ્રમુખ મનન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories