Connect Gujarat
ધર્મ દર્શન 

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, રાજકોટના પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરનો જાણો મહિમા...

દેવોના દેવ મહાદેવનો મહિમા અપરંપાર છે,સમગ્ર દુનિયામાં મહાદેવના પરચા અને તેની સાથેની આસ્થા સાથેની કથાઓ જોડાયેલી છે.

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, રાજકોટના પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરનો જાણો મહિમા...
X

દેવોના દેવ મહાદેવનો મહિમા અપરંપાર છે,સમગ્ર દુનિયામાં મહાદેવના પરચા અને તેની સાથેની આસ્થા સાથેની કથાઓ જોડાયેલી છે. જ્યારે આજ એટ્લે કે 17 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે,તો આજ એવી જ એક જગ્યા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે જ્યાં મહાદેવજી સ્વયંભુ પ્રગટ થયા છે.


રાજકોટ, મહાદેવની પરંપરા અપરંપાર છે. ભારતમાં અનેક શિવાલયો આવેલા છે, જે ઇતિહાસ સાથે જોડાયેલુ છે, કાઇક એવા જ પ્રકારનું મંદિર કે જે રાજકોટ શહેરના મધ્યમાં આવેલું છે, જેને રામનાથ મહાદેવના નામથી જાણીતું છે.


શહેરના મધ્યમાં આવેલું આ મંદિર ચોમાસામાં વરસાદ દરમિયાન આજી નદીના જળથી કુદરતી જળાભિષેક થાય છે, આ મંદિર એટલું જૂનું છે કે કોઈ શિવાલય નથી પરંતુ તેની આસપાસનો વિસ્તાર રામનાથપરાના નામથી ઓડખાય છે, આ શિવાલયના 24 કલાક દર્શન કરી શકાય છે કારણ કે અહી મંદિરમાં તાળા લાગતા નથી, કહેવાય છે કે આ મંદિર આશરે 550 વર્ષથી જૂનું આ મંદિર અતિ પ્રાચીન મંદિરોમાં સામેલ છે અહી હમેશા ભક્તોનો ઘસારો રહે છે, શ્રાવણ મહિના દરમિયાન આ મંદિરનો નજારો અદ્ભુત હોય છે. અને શ્રાવણ મહિના દરમિયાન અહી મેળો લાગે છે.


મહાદેવની દરરોજની પહેલી પુજા કોણ કરી જાય છે હજુ સુધી જાણી શકાયું નથી, અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મહાદેવજીની પાલખી યાત્રા નીકળે છે ત્યારે ભક્તો તેમાં જોડાવા અચૂક લાભ લે છે.


રામનાથ મહાદેવ મંદિરના વિકાસની વાત કરીએ તો રાજકોટ શહેરમાં આસ્થાના કેન્દ્રસમા રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અને દાયકાઓથી પેન્ડિંગ એવા રિવરફ્રન્ટના કામ માટે ગ્રાન્ટની મંજૂરી મળી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામો માટે રૂ.187 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


રાજકોટ મહાનગરપાલિકા હવે રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોધ્ધાર ઉપરાંત વિશાળ પાર્કિંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા, કિઓસ્ક, લેન્ડ સ્કેપીંગ જેવી વિકાસ કામગીરી હાથ ધરશે તથા ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ માટેની જગ્યા પણ રાખશે. આ ઉપરાંત આજી નદીમાં મંદિરની પાછળના ભાગમાં જરૂરિયાત મુજબ ચેકડેમ બનાવાશે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને કારણે રાજકોટમાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અને અતિ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામો ઝડપથી સાકાર થશે.

સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવા માટેની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને તબદીલ કરવામાં આવી છે.

Next Story