પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ મહાદેવ મંદિર આગામી શ્રાવણ માસે નવા રૂપરંગમા જોવા મળશે.સમૂદ્ર કિનારા નજીક ખારા હવામાન સામે રક્ષણ આપી શકે તેવા કેમીકલ્સ અસ્તર અને કલરનો ઉપયોગ કરાશે .બે માસ કામ ચાલશે. આઠ વર્ષ બાદ રીનોવેશન હાથ ધરાયુ છે.
યાત્રાધામ સોમનાથમાં પૌરાણિક સોમનાથ મહાદેવના મંદિરને નવો કાયાકલ્પ આપવા માટે આઠ વર્ષ બાદ નવું કલર કામ શરૂ કરવામાં આવ્યું છે. જે કામ અંદાજિત બે માસ ચાલશે અને તેનો ખર્ચ રૂપિયા એક કરોડથી વધુ થવાનો છે. અરબ સાગર ને કિનારે આવેલ સોમનાથ મંદિર દરિયાની ખારાશ વાળા હવામાનને કારણે ખાસ પ્રકારે તેમાં વિવિધ કેમિકલ્સ અસ્તર સહિતના કલર કામ થી મંદિર બે માસ બાદ સુંદર અને અનોખા દર્શનનું સ્થાન બનશે.
સોમનાથ મંદિરના આ રીનોવેશનમાં દરિયાઈ ખારાશને કારણે પથ્થરો કે મંદિરને આવતા આઠેક વર્ષ સુધી કોઈ નુકસાન ન થાય તેની ખાસ કાળજી સાથે આ કામ શરૂ કરાયું છે. જેથી કહી શકાય કે આગામી શ્રાવણ માસમાં સોમનાથ આવનારા ભાવિકોને સોમનાથનું મંદિર નૂતન અને દર્શનીય જોવા મળશે.