New Update
/connect-gujarat/media/media_files/2025/02/07/Tcq6KYUhSe2faZ68HWaN.jpg)
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ ચૌટા બજાર અંકલેશ્વર દ્વારા નવ નિર્મિત મોઢેશ્વરી માતાજીના મંદિરના ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ ચૌટા બજાર અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર મોઢેશ્વરી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેમાં કથા,વેદ,જ્યોતિષ,કર્મકાંડના વિધવાન ચાર સંત સગા ભાઈઓ ભાગવતાચાર્ય પૂ.શ્રી વિશુદ્ધ મહારાજ,પૂ.શ્રી આનંદ મહારાજ,પૂ.શ્રી સરસ્વતી મહારાજ તેમજ વેદાચાર્ય કર્મકાંડાચાર્ય પૂ.શ્રી અંબરીષ ઉર્ફે ગોપાલ મહારાજ સહિતના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શ્રી મોઢેશ્વરી માતાજી સહિતના દેવી દેવતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ મહોત્સવની તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણાહુતિ થશે.10મી ફેબ્રુઆરી સુધી યોજાનાર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમાજના સભ્યો અને અન્ય ભાવિક ભક્તોને લાભ લેવા માટે પ્રમુખ પ્રકાશ મોદી અને વિનોદ મોદી સહિતના સભ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે.