Connect Gujarat
ધર્મ દર્શન 

વડોદરા: ઇલોરાપાર્કના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે કરાયું શ્રીજીની પ્રતિમાનું આગમન.....

શ્રીજીના વધામણાં કરવા યુવાનો યુવતીઓ મોટેરાઓ સહિત નાના ભૂલકાઓ પણ નૃત્ય કરતા જોવા મળ્યા

X

વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન હાથી અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. ગણપતિ ઉત્સવ નિમિતે આજ રોજ ઠેર ઠેર બાપાના આગમનની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રામાં ભારે ઉત્સાહ સાથે રહીશો જોડાયા હતા અને નાચ ગાન કરતા કરતા ઢોલ નગારાના તાલે શ્રીજીને તેમના નિયત પંડાલ સુધી લઈ જવામાં આવ્યા હતા.

શ્રીજીના વધામણાં કરવા યુવાનો યુવતીઓ મોટેરાઓ સહિત નાના ભૂલકાઓ પણ નૃત્ય કરતા જોવા મળ્યા હતા. વાજતે ગાજતે શ્રીજીને તેમના પંડાલ સુધી લઈ જવામાં આવ્યા હતા. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના શ્રીજીની યાત્રામાં ગજરાજની સવારી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાપ્પા મોરિયાના નાદ સાથે શ્રીજીનો પંડાલ ગુંજી ઉઠ્યો હતો. નાના બાળકોથી માંડી સૌ કોઈ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા.

Next Story