Connect Gujarat
ધર્મ દર્શન 

આજે છે વટ સાવિત્રી વ્રત, જાણો પૂજાની રીત અને કથા

પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થય માટે કરવામાં આવતું વટ સાવિત્રી વ્રત.

આજે છે વટ સાવિત્રી વ્રત, જાણો પૂજાની રીત અને કથા
X

જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવે છે. આજે વટસાવિત્રીનો તહેવાર છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડનાં ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું.

તેથી આ વ્રતમાં વડનાં ઝાડની પૂજા કરવામાં આવે છે અને તેમાં સુતર બાંધવામાં આવે છે. તો ચાલો જાણીએ વટ સાવિત્રીનું વ્રત, શુભ સમય, પૂજાની વિધિ અને પૂજામાં વપરાયેલી સામગ્રી વિષે.

ધાર્મિક દંતકથા અનુસાર, સાવિત્રીએ પોતાના પતિનો જીવ યમરાજથી બચાવ્યો હતો અને પુત્ર મેળવવા અને તેના સાસરાનું રાજ્ય પાછું મેળવવા માટે તેમની પાસેથી વરદાન પણ મેળવ્યું હતું. તેથી, સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિની દીર્ધાયુષ્ય અને સંતાન મેળવવા માટે કરે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.

ઝાડમાં બાંધવા માટે સુતર અને પીળો દોરો, કંકુ, વાંસના પંખા, દીવો, ઘી-વાટ, સુગંધિત ધૂપ, પલાળેલા ચણા, પુરી, ફળો અને ફૂલો, પાણીથી ભરેલા કળશ.

પૂજા કરવાની રીત:

  • આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને લાલ અથવા પીળા રંગના કપડાં પહેરો અને તૈયાર થાઓ.
  • બધી પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્રિત કરો અને પ્લેટમાં રાખો.
  • વડના ઝાડ નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓની સ્થાપના કરો.
  • હવે વડના ઝાડના મૂળમાં પાણી ચડાવો આ બાદ ફૂલો, પલાળેલા ચણા, ગોળ અને મીઠાઈ ચડાવો.
  • હવે દોરા અથવા સુતરને ઝાડની આસપાસ લપેટી લો. સાત વાર પરિભ્રમણ કરો અને છેવટે નમન કરીને પરિક્રમા પુરી કરો.
  • હવે હાથમાં ચણા રાખીને વટ સાવિત્રીની કથા વાંચો અથવા સાંભળો.
  • પૂજા કર્યા પછી બ્રાહ્મણોને ફળો અને કપડાં દાન કરો.

વટ પૂનમની કથા:

વટ પૂર્ણિમાના દિવસે સત્યવાન-સાવિત્રીની કથા સાંભળવાનો મહિમા છે. દંતકથા અનુસાર, અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને એક વડના ઝાડ નીચે સુઈ ગયો હતો. જયારે સત્યવાન ના જાગ્યો ત્યારે સાવિત્રીને નારદજીની ભવિષ્યવાણી યાદ આવી. સાવિત્રી તેના પતિના પ્રાણ યમરાજને લઇ જોઈને તેના સો પુત્રોના વરદાનની યાદ આવી ગઈ હતી. સાવિત્રીના કઠોર તપ અને પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા. વડના ઝાડની નીચે પુનઃ જીવિત થવાના કારણે આ દિવસે વટ સાવિત્રી અથવા તો વટ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

Next Story