ભરૂચ-અંકલેશ્વરમાં વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્યની કરી કામના

વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

New Update
  • આજે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી

  • ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાય

  • સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રત રાખ્યુ

  • વટ દેવતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરી પૂજા

  • પતિના લાંબા આયુષ્યની કરી કામના

ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી
ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી  શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે
આ તરફ અંકલેશ્વરમાં પણ વટસાવિત્રીના વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં  સૌભાગ્યવતી  મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી અને   પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.અંકલેશ્વરમાં રત્નેશ્વર ,અંતરનાથ ,માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાડી ખોડીયાર માતાજીના મંદિર સહિતના  સ્થળોએ વટસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા શ્રાવણી સમૂહ મહાપૂજાનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે શ્રાવણી સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • અનુપમ મિશન દ્વારા આયોજન કરાયું

  • શ્રાવણી સમૂહ મહાપૂજા યોજાય

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના અનુપમ મિશન  દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે શ્રાવણી સમૂહ મહાપૂજાનું  ગડખોલ ગામમાં આવેલ સિદ્ધરુદ્ર બ્રહ્મસમાજના હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુપમ મિશન મોગરી, આણંદના સાધુ સતીષદાસજીની ઉપસ્થિતિમાં, સાધુ મુકેશદાસજી, સાધુ  ઉત્પલદાસજી , સાધુ  નરેન્દ્ર દાસજી તથા યુવા સાધુ શિલ્પદાસજીએ પધારી ભક્તોને પૂજન તથા આશીર્વાદનો લાભ આપ્યો હતો.
આ પ્રસંગે બાળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગત વર્ષે જે વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવી પાસ થયા હતા તેઓને સોનાબા કેળવણી પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં  સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ એવા  મહેશભાઈ, ડૉક્ટર આરજુ મંડળના યુવા આગેવાન રોહનભાઈ સહિતના આગેવાનો પણ જોડાયા હતા.