હનુમાન જયંતિની આજે ઠેર ઠેર શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ હનુમાન જયંતિની કેમ કરવામાં આવે છે ઉજવણી અને કેમ તેઓ દેવાધિદેવ મહાદેવના 11માં અવતાર કહેવાય છે
શાસ્ત્રનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે.હનુમાનજીને સૌથી જલદી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવના 11માં અવતાર કહેવાય છે.દર વર્ષે ચૈત્રની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મ દિવસ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મ દિવસ ચૈત્રી પૂનમે અને બીજો કારતક મહિનાની ચૌદસે મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે.
હવે વાત કરીએ અંજનીપુત્ર હનુમાનજીની ઉત્પત્તિ અંગેની વાત... હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો ત યારે જોઈએ શું છે આ દાંત કથા
કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતાં. વાલ્મિકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરૂ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળસ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો.
એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યાં અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યાં. એ જ દિવસે રાહૂ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠાં. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું.
હનુમાનજીની પૂજા અર્ચનામાં તેલ અને સિંદૂરનું ઘણું મહત્વ છે ત્યારે હનુમાનજીને તેલ અને સિંદુર કેમ પ્રિય છે એની વાત પણ જાણીએ
હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે. આ સંબંધમાં એક કથા એવી છે કે એક વાર માતા સીતાને હનુમાનજીએ સેંથામાં સિંદૂર લગાવતા જોયા. તેમણે માતાને પૂછ્યું – મા આ શું લગાવી રહ્યાં છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે. તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લીધુ.
આજે હનુમાન જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી અને રામ ભક્ત હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી ત્યારે કનેક્ટ ગુજરાત પરિવાર તરફથી આપ સૌને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના