Connect Gujarat
ધર્મ દર્શન 

શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ?

પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે.

શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ?
X

સનાતન ધર્મમાં ચતુર્થી તિથિનું વધુ મહત્વ છે. ચતુર્થીનો તહેવાર દર મહિનામાં બે વાર આવે છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ ખાસ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સાધકને સુખ અને સમૃદ્ધિ મળે છે. સંકટ ચોથના દિવસે મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે. આ વખતે સંકટ ચોથ 29 જાન્યુઆરીએ છે.

સંકટ ચોથના અવસરે તિલકૂટ પ્રસાદ બનાવવામાં આવે છે અને તે ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે સંકટ ચોથને તિલકૂટ ચોથ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શા માટે સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશને તલમાંથી બનેલી વસ્તુઓ ચઢાવવામાં આવે છે. તો આવો જાણીએ તિલકૂટ ચઢાવવાના મહત્વ વિશે.

સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશને ચઢાવવામાં તલમાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. વિવિધ રાજ્યોમાં આ તહેવારને લઈને અનેક પ્રકારની માન્યતાઓ છે. સંકટ ચોથ વ્રતની એક કથા મુજબ પોષ માહિનામાં તલનું મહત્વ વધુ હોય છે. અને ભગવાન ગણેશજીને તલના લાડુ અને તિલકૂટ વધુ પસંદ છે.

સંકટ ચોથના દિવસે મહિલાઓ તેમના બાળકો સ્વસ્થ રહે તે માટે વ્રત રાખે છે. તલ અને ગોળની મદદથી તેઓ તિલકૂટ બનાવે છે અને ભગવાન ગણેશને અર્પણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે અને સાધકની બધી પરેશાનીઓ દૂર કરે છે. તેથી, સંકટ ચોથના અવસરે ગણપતિ બાપ્પાને તિલકૂટ ચઢાવવામાં આવે છે.

Next Story