અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
મંગલમ પરિવાર દ્વારા આયોજન
ધાર્મિક કાર્યક્રમ યોજાયો
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રહ્યા ઉપસ્થિત
મોટી સંખ્યમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
અંકલેશ્વરના મંગલમ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વર્ષ 2027માં અંકલેશ્વરના આંગણે ત્રી દિવસીય હનુમાન કથા કરવાની જાહેરાત કરી હતી.
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. મંગલમ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ વર્ષ 2027માં અંકલેશ્વરમાં ત્રણ દિવસીય હનુમાન કથા યોજવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતથી ઉપસ્થિત ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી અગાઉ પણ ગુજરાતમાં ધાર્મિક કાર્યક્રમો અને દિવ્ય દરબાર માટે ઉપસ્થિત રહ્યા છે.
આ ઉપરાંત તેમણે તાજેતરમાં ઉજ્જૈનના મહાકાલ મંદિર અને બિહારના લખીસરાય સ્થિત અશોક મંદિરમાં થયેલી નાસભાગની ઘટનાઓના સંદર્ભમાં મંદિર વ્યવસ્થા અને ભક્તોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી.ધીરેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, આવી ઘટનાઓમાં પ્રશાસન દ્વારા ભીડના સંભવિત આંકલનમાં ચૂક ન થાય તે ખૂબ જરૂરી છે. માત્ર મંદિરની સુરક્ષા જ નહીં, પરંતુ મંદિરે આવતા દરેક ભક્તની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ હોવી જોઈએ.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થતા હોય ત્યારે યોગ્ય આયોજન, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.
