દિવાળીના પાવન પર્વની ઉજવણી પહેલા ધનતેરસનું પણ ખુબજ મહત્વ રહ્યું છે.ધનતેરસે શુકનના સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.
ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો મહિનાની ત્રયોદશી એટલે કે દિવાળી ના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ તેરમી તિથિએ ઉજવાય છે,જેનો અર્થ ધનમાં તેર ગણો થાય છે. આ વર્ષે પુજનનો સમય સવારે 10 થી બપોરના 1.30, બપોરે 3 થી 4.30 અને સાંજે 7.30 થી 9:12 કલાક સુધીનો છે.જયારે રાતે 10:47 થી 1:57 મધ્યરાત્રી સુધીનું મુહૂર્ત ધનતેરસની પૂજા માટે શુભ છે.આ દિવસે મુખ્યત્વે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે, તેઓ આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.તેની સાથે, ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે.આ સાથે યમદેવ અને કુબેરની પૂજા કરવાથી વ્યક્તિ આશીર્વાદ મેળવે છે.આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી અથવા વાસણો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ સૌભાગ્ય આવે છે.
ધનતેરસના દિવસે ધન કુબેર અને ધન્વંતરી દેવની પૂજા કરવાનું પણ મહત્વ રહ્યું છે, તેથી આ તહેવારને ધનતેરસ અથવા ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.