ધનતેરસઃ યમદેવ, કુબેર અને આરોગ્યના દાતા ભગવાન ધન્વંતરિની પૂજાનું અનેરું મહત્ત્વ

દિવાળીના પાવન પર્વની ઉજવણી પહેલા ધનતેરસનું પણ ખુબજ મહત્વ રહ્યું છે.ધનતેરસે શુકનના સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

a
New Update

દિવાળીના પાવન પર્વની ઉજવણી પહેલા ધનતેરસનું પણ ખુબજ મહત્વ રહ્યું છે.ધનતેરસે શુકનના સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો મહિનાની ત્રયોદશી એટલે કે દિવાળી ના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ તેરમી તિથિએ ઉજવાય છે,જેનો અર્થ ધનમાં તેર ગણો થાય છે. આ વર્ષે પુજનનો સમય સવારે 10 થી બપોરના 1.30, બપોરે 3 થી 4.30 અને સાંજે 7.30 થી 9:12 કલાક સુધીનો છે.જયારે રાતે 10:47 થી 1:57 મધ્યરાત્રી સુધીનું મુહૂર્ત ધનતેરસની પૂજા માટે શુભ છે.આ દિવસે મુખ્યત્વે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છેતેઓ આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.તેની સાથેધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે.આ સાથે યમદેવ અને કુબેરની પૂજા કરવાથી વ્યક્તિ આશીર્વાદ મેળવે છે.આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનુંચાંદી અથવા વાસણો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ સૌભાગ્ય આવે છે.

ધનતેરસના દિવસે ધન કુબેર અને ધન્વંતરી દેવની પૂજા કરવાનું પણ મહત્વ રહ્યું છેતેથી આ તહેવારને ધનતેરસ અથવા ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

#India #Dhanteras #Diwali Festival #Dhanteras festival #Dhanteras Pooja
Here are a few more articles:
Read the Next Article