ગુજરાતમાં ફરી ધરતી ધ્રુજી છે જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે પૂર્વ કચ્છના દુધઈ પાસે ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર આવી ગયા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું છે. ધરતીકંપનો આંચકો બપોરે 4:57 મિનિટે નોંધાયો હતો. આ ધરતીકંપમી તીવ્રતા 3.4ની હોવાની વાત સામે આવી છે. જો કે ભૂંકપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. જો કે કચ્છના વિસ્તારમાં અવાર નવાર ધરતીકંપના આંચકા આવતા રહે છે.
