Connect Gujarat
શિક્ષણ

ગાંધીનગર: રાજયમાં તા.2જી સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થશે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, તા.2જી સપ્ટેમ્બરથી શરૂ થશે ધો. 6થી8ના વર્ગો.

X

રાજયમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા આગામી તારીખ 2જી સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરૂવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે.

20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. જોકે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે, એમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.

Next Story