વડોદરા જિલ્લાનું ધોરણ 10નું 61.21% પરિણામ, ગત વર્ષ કરતા આ વર્ષે 1.02% પરિણામ વધારે

દ્યાર્થીઓ કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી ઓનલાઇન અભ્યાસ કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓના લખાણ પર અસર થઇ હતી.

New Update
વડોદરા જિલ્લાનું ધોરણ 10નું 61.21% પરિણામ, ગત વર્ષ કરતા આ વર્ષે 1.02% પરિણામ વધારે

ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું જિલ્લાનું રિઝલ્ટ 61.21% આવ્યું.. ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું આજે સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું જિલ્લાનું રિઝલ્ટ 61.21% આવ્યું છે. ગત વર્ષે 60.19% પરિણામ આવ્યું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે 1.02% પરિણામ વધારે આવ્યું છે.

વડોદરા શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ 10ના 70,494 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓના પરિણામને લઇને વાલીઓ પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કોરોનાના કપરા કાળ પછી કસોટી સમાન પરીક્ષા બની રહી હતી. જોકે પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ-વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. વિદ્યાર્થીઓ કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી ઓનલાઇન અભ્યાસ કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓના લખાણ પર અસર થઇ હતી. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાના 7 થી 8 દિવસમાં માર્કશીટ ડીઇઓ કચેરીને પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

Latest Stories