ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ 5મે સોમવારે જાહેર કરાયું છે

New Update
aaa

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ12વિજ્ઞાન પ્રવાહસામાન્ય પ્રવાહવ્યવસાયલક્ષી પ્રવાહઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહગુજકેટ-2025પરીક્ષાનું પરિણામ5મે સોમવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટwww.gseb.orgપર સવારે10:30કલાકે આ પરિણામ મુકાયું હતું. ધોરણ12વિજ્ઞાન પ્રવાહનું83.51ટકા અને સામાન્ય પ્રવાહનું93.07ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં92.91ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે.

પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં આનંદ છવાઈ ગયો હતો.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ10નું પરિણામ જાહેર કરવામાં આવશે.

વિજ્ઞાન પ્રવાહમાં92.91ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરેજ્યારે59.15ટકાવારી સાથે દાહોદ જિલ્લો સૌથી છેલ્લે

ધોરણ12વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ96.60ટકા પરિણામ

ધોરણ12વિજ્ઞાન પ્રવાહમાં34સ્કૂલોનું10ટકાથી ઓછું પરિણામ

ધોરણ12વિજ્ઞાન પ્રવાહમાં194સ્કૂલનું100ટકા પરિણામ

ધોરણ12વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું54.48ટકા પરિણામ

સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાનું સૌથી વધુ પરિણામ97.20%

સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ87.77%